એમડી ડ્રગ્સ કેસમાં આરોપીના જામીન મંજૂર

સુરત શહેરના સચીન સચિન ટોલનાકાથી સુરતમાં પ્રવેશતા દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડેલા પપ લાખના એમડી ડ્રગ્સ કેસમાં આરોપી આદિલ વાણિયાના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા હતા.ડી. સી. બી. પોલીસ મથકે બાતમી મળેલ કે રૂપિયા ૫૫ લાખ નો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ ત્રણ ઈસમો ફોર વ્હીલ લઈ સચિન ટોલ નાકાથી સુરતમાં પ્રવેશ કરવાના છે. જેથી ડી. સી. બી. પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વોચ ગોઠવી ત્રણેય ઇસમોને ૫૫ લાખ ના એમડી ડ્રગ્સ તથા ફોર વ્હીલ અને મોબાઈલ સહિત કુલ્લે રૂપિયા ૫૮ લાખ ના મુદામાલ સાથે આરોપીઓને પાડ્યા હતા. આ કેસમાં આરોપી આદિલ ઉર્ફે જાડિયો રફિકભાઈ વાણિયાની પણ ધરપકડ કરાઈ હતી. આરોપી આદિલે વકીલ અસલમ એમ. શેખ તથા અનીક ટીબાલીયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટ આરોપી આદિલ ઉર્ફે જાડિયાને શરતી જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.

