મોંઘવારી વધે તો ભરણ પોષણ પણ વધારવું પડે : કોર્ટ

શિક્ષક પતિએ દ્વારા પોતાની સાચી આવક છુપાવવા અને બચતના નામે પોતાના પગારમાં ઘટાડો દર્શાવવાના કેસમાં કોર્ટે ભરણપોષણની રકમ વધારવાનો હુકમ કર્યો હતો.
શિક્ષક પત્તિએ માસિક આવક રૂ. 30 હજાર દર્શાવી હતી. જ્યારે કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા મુજબ તેમની વાસ્તવિક આવક રૂ.56 હજાર હતી, કોર્ટે બચત કપાતને પણ તેમની આવકત્તા ભાગ તરીકે ધ્યાનમાં લીધી હતી. અરજદાર બહેને વર્ષ 2000માં મહારાષ્ટ્રના શિરપુરના રહેવાસી પ્રદીપ સાથે લગ્ન કર્યા હતા, તેમને એક પુત્ર છે, જે હાલમાં માતા સાથે રહે છે. લગ્ન બાદથી તેણીને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા દહેજ બાબને ત્રાસ આપવામાં આવતો હતો, તેણીને માર મારતો હતી. અને દારૂના નશામાં તેણી સાથે દુર્વ્યવહાર પણ કરતો હતો. ગર્ભાવસ્થા દરમિયાન પણ આ દુર્વ્યવહાર ચાલુ રહ્યો હતો. અંતે . વર્ષ 2011માં તેણીએ તેના પુત્ર સાથે તેના માતાપિતાના ઘરે આશરો લીધો હતો અને ન્યાય માટે સુરત એમિલી કોર્ટમાં સરજ કરી હતી. અરજી અંતર્ગત વર્ષ 2015માં કોર્ટે પતિને તેની પત્નીને માસિક 6000 રૂપિયા અને તેના પુત્રને 5000 રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે કુલ 11000 રૂપિયા થાય છે. જોકે, સમય જતાં મોંઘવારી વધતી ગઈ, -ખર્ચ વધ્યો અને પતિનો પગાર - પણ વધ્યો. તેથી પત્નીએ પોતાના અને તેના પુત્ર માટે ભરણપોષણમાં વધારો કરવાની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન પત્નીના એડવોકેટ પ્રીતિ જીગ્નેશ જોશીએ પોતાની - દલીલો રજૂ કરી હતી. અંતિમ સુનાવણી બાદ કોર્ટે પત્ની અને બાળકની વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અગાઉના આદેશને અપૂરતો માની પતિની વાસ્તવિક આવકને ધ્યાનમાં રાખીને પત્નીને 10000 રૂપિયા અને પુત્રને 7000 રૂપિયા, જે - કુલ 17000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

