સારોલી મોડલના આત્મહત્યા કેસમાં આરોપીના જામીન મંજૂર કરતી નામ. સેશન્સ કોર્ટ

સુરત શહેરના સારોલી પોલીસ મથકે મોડલ આત્મહત્યા કેસમાં નોંધાયેલ ફરિયાદમાં સારોલી પોલીસે મહેન્દ્રસિંહ રામસિંહ ચંદાનાની અટક કરી હતી. સદર કામે સારોલી પો.સ્ટેશન ફસ્ટ ગુ.રજી.નં. ૧૧૨૧૦૦૬૭૨૫૦૨૯૫/૨૦૨૫ થી બી.એન.એસ.ડલમ – ૧૦૮ મુજબ ની ફરિયાદ નોંધાયેલ સદર ગુનાના કામ સારોલી પોલીસે આરોપી મહેન્દ્રસિંહ રામસિંહ ચંદાના નાઓની અટક કરેલ સદર ગુનાના કામે આરોપીઓએ વિધ્વાન વકીલ શ્રી રિધ્ધીશ વિ.મોદી તથા મુકુંન્દ વી.રામાણી તથા સોનલ એસ.ખંડારે ને જામીન પર મુક્ત થવા વડીલ તરીકે નિમણૂક કરેલ સદર કામે વિધ્ધાન વકીલ શ્રી રિધ્ધીશ વિ.મોદી તથા મુકુંન્દ વી.રામાણી તથા સોનલ એસ.ખંડારે એ નામ.કોર્ટમાં આરોપીઓ તર્ફે જામીન પર મુક્ત કરવા જામીન અરજી રજુ કરેલ તેમજ નામ.કોર્ટમાં ધારદાર દલીલો કરેલ આરોપીઓએ ફરિયાદી મરણજનાર પુત્રીને માનશીક ટોર્ચર કરેલ નથી કે કોઈપણ પ્રકારની બળજબરી કરેલ નથી કે કોઈ વીડયો વાયરલ કરવાની ધમકીઓ આપેલ નથી દુષપ્રેરીત કરેલ નથી કે આત્મહત્યા કરવા મજબુર કરેલ નથી બંને પક્ષકારોને સાંભળ્યા બાદ નામ.કોર્ટે ટાંકયુ હતુ કે સજાની જોગવાઈ તથા રજુ કરેલ દલીલ ધ્યાને લઇ આરોપી મહેન્દ્રસિંહ રામસિંહ ચંદાના નાઓને સદર ગુનાના કામે નામ.કોર્ટે જામીન પર મુકત કરતો હુકમ કર્યો છે.

