ચેક બાઉન્સના કેસમાં આરોપીની અપીલ નામંજૂર
Posted On: |1 min read

ચિક બાઉન્સના ત્રણ કેસમાં નીચલી કોર્ટે કરેલી સજા સામે આરોપીએ કરેલી અપીલ કોર્ટે નામંજૂર કરી હતી. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ દિલીપ કામાણીએ દલીલો કરી હતી.
સુરત શહેરના લિંબાયત ખાતે રહેતા કાપડના ધંધા સાથે સંકળાયેલા હતા તેમની સોસાયટીમાં રહેતો દિશાંત સોની કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો હતો. કરિયાદીને બાંધકામ કરવાનું હોય તેણે આરોપીને કામ સોંપ્યુ હતું અને 5.25 લાખ એડવાન્સ આવ્યા હતા. બાદમાં આરોપીએ ધંધાના કામ માટે 4.50 લાખ ઉછીના લીધા હતા. પરંતુ બાંધકામનું કામ નહીં થતા રૂપિયા પરત મંગ્યા હતા. આરોપીએ આપેલા ૩ ચેક બાઉન્સ થતા કેસ કોર્ટમાં ગયો હતો જ્યાં આરોપીને એક વર્ષની સજા અને ચેકની રકમ ચૂકવવા હુકમ કરાયો હોવાનું જાણવા મળે છે.

