સુરત શહેરના સરથાણા પોસઇ લીંબોલાના લાંચ કેસમાં જામીન મંજૂર

સુરત શહેરના સરથાણામાં 62 હજારના પગારધાર પીએસઆઇ લીંબોલા 40 હજારની લાંચ લેતા ભેરવાયા હતા. પીએસઆઇ લીંબોલાએ બે યુવકોને માર નહીં મારવા અને વહેલા જામીન પર છોડી દેવા ચાલીસ હજારની લાંચ માંગી હતી. આ કેસમાં બે મહિના ઉપરાંતતી જેલમાં બંધ પીએસઆઇ લીંબોલાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસની વિગત એવી છે કે, ગત ઓગષ્ટ મહિનામાં સરથાણા ખાતે મિત્રો વચ્ચે ઝગડો થયો હતો. જેમાં બે મિત્રોની અટકાયત કરી સરથાણા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. આ બંને મિત્રોને નહીં મારવા અને વહેલા જામીન પર છોડી દેવા ૪૦ હજારની ડીસ્ટાફના પીએસઆઈ એમ.જી.લીંબોલાએ લાંચ માગી હતી.
જેથી એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી. ભરૂચ એસીબીએ છટકું ગોઠવી પીએસઆઈ લીંબોલાને લાંચ -લેતા ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. પીએસઆઈ લીંબોલાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપી લીંબોલા તરફે સુરતના સિનિયર વકીલ- રિદ્ધીશ મોદી, એસ.જી યાદવ અને મુકુંદ - રામાણી હોવાનું જાણવા મળે છે.

