હનીટ્રેપ શિકાર : સુરતની યુવતી સહિત બેના પાસાના હુકમ હાઇકોર્ટે રદ કર્યા

શહેર તેમજ જિલ્લામાં દિવસે ને દિવસે સોશિયલ મિડીયા થી બનતા બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મિડીયાના માધ્યમથી સંપર્ક કરી બે જણાને હનીટ્રેપનો શિકાર બનાવનાર યુવતિ સહિત બે આરોપીના સુરત પોલીસે કરેલા પાસાના આદેશને હાઈકોર્ટે રદ કર્યો હતો. આરોપીઓ તરફે હાઈકોર્ટના વકીલ સમીર પઠાણ અને સ્થાનિક વકીલ રહીમ શેખ હતા.
સરથાણા પોલીસે શીતલ અને મામિક ભૂપત ભુવાની ધરપકડ કરી હતી. શીત અને માર્મિકની જોડી સોશિયલ મિડીયા ઉપર યુવાનોનો સંપર્ક કરતી હતી. શીતલ વ્હોટ્સએપથી યુવાનો સાથે સતત સંપર્કમાં રહી તેમને પોતાની જાળમાં ફસાવતી હતી. ત્યારબાદ યુવાનોને ફરવા માટે બોલાવતી હતી. ત્યારબાદ માર્મિક અને અન્ય એક સાગરીતે આ યુવાનો પાસે આવી મારી પત્ની સાથે બળાત્કાર ગુજાર્યો છે પોલીસ કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. આમ આ ટોળકીએ સીમાડાગામના એક એકાઉન્ટન્ટ અને કામરેજના હીરા દલાલને પણ હનીટ્રેપનો શિકાર બનાવી પૈસા પડાવ્યા હતા. સુરત પોલીસે આ બંને વિરૂદ્ધ પાસાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.

