હત્યાની કોશીશ અને જાનથી મારી નાંખવાની ધમકી જેવા ગંભીર ગુનાનાં કેસમાં આરોપીને જામીન પર મુક્ત

સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ મારામારી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી જેવા ગુનામાં નામદાર સેશન્સ કોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હોવાનુંજાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડાની અદાવત રાખી મદાનમાં પહેલ કાચની બોટલ ફરીયાદીને એટલે કે ઈજા પામનારને ગાલ પર ડાબા-કાનની ઉપર તેમજ માથાના ભાગે મારી ગંભીર ઈજાઓ કરી હતી. જે બાબતમાં આરોપી અશ્વિન બેજનાથ પાંડે વિરૂધ્ધ બી.એન.એસ.ની કલમ ૧૦૯(૧), ૩૫૨, ૫૪ એટલે કે આઈ.પી.સી.ની કલમ ૩૦૭, ૧૧૪, ૫૦૪ મુજબનો ગુનો સચીન પોલીસ સ્ટેશન દ્વારા નોંધાવામાં આવ્યો હતો. ચાર્ટશીટ રજુ થતા સુરતનાં વિદ્વાન વકીલશ્રી ભરત.એમ.આલગોતર ની દલીલને ધ્યાને રાખી નામદાર સેશન કોર્ટ દ્રારા જામીન પર મુક્ત થવાનો હુકમ શરતો ને આધીન ફરમાવેલ જયાં નામદાર સેશન કોર્ટ દ્રારા અવલોકન કરવામાં આવેલ કે ઈજા પામનાર હોસ્પીટલ માથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ અને વધુમા સદર ગુનાની તપાસ પુર્ણ થઈ ગયેલ હોય જેથી પુરાવા ચેડા થવાનો પ્રશ્ન રહેતો ન હોય જે અનુંસંધાનમાં નામદાર સેશનકોર્ટ દ્રારા ૧૫૦૦૦ રૂપિયાના જામીન પર આરોપી અશ્વિન બેજનાથ પાંડેને મુક્ત કરવાનો નામદાર કોર્ટએ હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.

