વિઝા મુદ્દે છ લોકો સાથે ઠગાઈ કેસમાં આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

સુરત શહેરના અમરોલી ઉત્રાણ મોટા વરાછા ખાતે ગ્રેવિટેટ ઓવરસિસ ઇમિગ્રેશન નામથી ઓફિસ શરૂ કરી ન્યૂઝીલેન્ડના વર્ક હોલી ડે વિઝા અપાવવાના બહાને ૯ લોકો પાસેથી રૂ.૯૭.૫૦ લાખ પડાવી લઈ છેતરપિડી કરવાના કેસમાં સંડોવાયેલા પુોના સફદરબેગ મિર્ઝાના જામીન સુરત સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હતા. આરોપી તરફે સિનિયર વકીલ વહાબ શેખ અને વકીલ રહીમ શેખ કરેલી દલીલો કોર્ટે માન્ય રાખી હતી.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના અમરોલી ઉત્રાણ મોટાવરાછા, પનવેલ પોઇન્ટ બિલીંગમાં આવેલ ઓકિસ નં ૩૦૩ માં “ગ્રેવીટેટ ઓવરસીસ ઈમીગ્રેશન" નામથી નિકુંજ દુધાત, ચિરાગ વાટલિયા, અંકિત વાસાણીએઓફિસ શરૂ કરી હતી. મહુવાના દર્શિત મુકેશ પટેલ અને તેમના ઓળખીતાઓનો નિકુંજ સાથે સંપર્ક થયો હતો. દર્શિત પટેલે કેનેડાના વર્ક પરમીટ વિઝા બનાવી આપવાનું કામ નિકુંજને સોપ્યું હતું. જોકે નિકુંજે દર્શિતને કેનેડાના વિઝા થતા નથી તેમ જણાવ્યું હતું, તેની સામે નિકુંજ અને તેના ભાગીદારોએ ન્યુઝીલેન્ડના વર્ક હોલીડ વિઝા બનાવી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. જેથી દર્શિત અને તેના ઓળખીતાઓએ પણ નિકુંજ અને તેના ભાગીદારોને ન્યૂઝીલેન્ડના વર્ક હોલીડે વિઝા બનાવી આપવાનું કામ સૌપ્યું હતું અને તેમને કુલ ૬૭ લાખ ચૂકવ્યા હતા. વળી આરોપીઓએ દર્શિત અને તેમના ઓળખીતાઓને ન્યૂઝીલેન્ડના બોગસ વર્ક હોલીડ વિઝા પકડાવી દીધા હતા. આમ આરોપીઓએ તેઓની સાથે ₹૭ લાખની છેતરપિંડી કરી હતી. આ કેસમાં ઈમીગ્રેશનના કામ સાથે સંકળાયેલા સફદરભેગ હનીફ મિઝા (રહે.આશિયાના ડ્રીમ્સ હડેવાડી રોડ હડપસર પુણે)ની પણ સંડોવણી બહાર આવી હતી. સફદરબેગના એકાઉન્ટમાં આ છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર થયા હતા. જેમાં શફદરબેગની સંડોવણી બહાર આવતા પરપકડ થઈ હતી. આરોપી તરફે સિનિયર વકીલ વહાબ શેખ અને વકીલ રહીમ શેખ કરેલી દલીલો કોર્ટે માન્ય રાખી હતી.

