હનીટ્રેપના ગુનામાં જામીન મંજૂર કરતી કોર્ટ

શહેર તેમજ જિલ્લામાં એક પછી એક હનીટ્રેપના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના સીમાડાગામ અને કામરેજના બે ઇસમોને સોશિયલ મિડીયાના માધ્યમથી સંપર્ક કરી હનીટ્રેપનો શિકાર બનાવનાર ટોળકીના સુરત જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટે જામીન મંજુર કર્યા હતા.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત શહેરના સરથાણા પોલીસે શીતલ અને માર્મિક ભૂપત ભુવાની ધરપકડ કરી હતી. શીત અને માર્મિકની જોડી સોશિયલ મિડીયા ઉપર યુવાનોનો સંપર્ક કરતી હતી. શીતલ વ્હોટ્સએપથી યુવાનો સાથે સતત સંપર્કમાં રહી તેમને પોતાની જાળમાં ફસાવતી હતી. ત્યારબાદ યુવાનોને ફરવા માટે બોલાવતી. ત્યારબાદ માર્મિક અને અન્ય એક સાગરીત આ યુવાનો પાસે આવી મારી પત્ની સાથે બળાત્કાર ગુજાર્યો છે પોલીસ કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. આમ આ ટોળકીએ સીમાડાગામના એક એકાઉન્ટન્ટ અને કામરેજના હીરા દલાલને પણ હનીટ્રેપનો શિકાર બનાવી પૈસા પડાવ્યા હતા. સરથાણા પોલીસે શીતલ અને માર્મિકની ધરપકડ કરી હતી. શીતલ અને માર્મિકે વકીલ રહીમ શેખ મારફતે જામીન અરજી કરી હતી. જે કોર્ટે મંજુર કરી હોવાનું જાણવા મળે છે.

