Voice of Surat

ઘોડદોડ રોડના પૂર્વ બેંક મેનેજરને ડિજિટલ એસ્ટેટ કેસમાં આરોપીના જામીન મંજૂર

Posted On: |1 min read
બચાવ પક્ષે એડવોકેટ નદીમ ચોધરીની દલીલો કોર્ટે માન્ય રાખી

સુરત શહેરના ઘોડદોડ રોડ ખાતે રહેતા બીઓબી બેંકના પૂર્વ સિનિયર મેનેજરને દિલ્હી ક્રાઈમ બ્રાંચના અધિકારીની ખોટી ઓળખ આપી ડીજીટલ એરેસ્ટ કરી રૂ. ૧.૦૫ કરોડ પડાવવાના પ્રકરણમાં સંડોવાયેલા ભાગાતળાવના આમિર પીરભાઈના જામીન સુરત સેશન્સ
કોર્ટે મંજુર કર્યા હતા. આમિર આ કેસમાં મહત્વનો સાક્ષી હોવા છતા પોલીસે આરોપી
તરીકે દર્શાવી દીધો, પરંતુ આમિર વિરૂદ્ધ પોલીસે પ્રથમ દર્શનીય દ્ર પોલીસે પ્રથમ દર્શનીય પુરાવો રજૂ રાખ્યો નથી તેવી વકીલ નદીમ ચૌધરીએ કરેલી દલીલો કોર્ટે માન્ય રાખી આરોપીના જામીન મંજુર કર્યા હતા.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ઘોડદોડ રોડ ખાતે રહેતા ભોગબનનાર વૃદ્ધને અજાણી સાયબર ટોળકીએ શિકાર બનાવ્યા હતા. સીબીઆઈ અને દિલ્હી ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી વૃદ્ધને મની લોન્ડ્રીંગના ખોટા કેસમાં ડીજીટલ એરેસ્ટ કરી રૂ.૧.૦૫ કરોડ પડાવ્યા હતા. આ કેસમાં સુરતના આમિર અમીન પીરભાઈ(રહે.એપેક્ષ એપાર્ટ., ગનીભાઈ એન્ડ કંપની, ભાગાતળાવ)ની સંડોવણી બહાર આવી હતી.આમિર પર આરોપ હતો કે આમિરે અન્ય આરોપીઓ ઉંમર જનરલ, યુનુસ જનરલ અને અહેમદ પીરભાઈને ૩૦ હજાર આપીને બેંક એકાઉન્ટો લઈ તે બેંક એકાઉન્ટનો ગુનામાં ઉપયોગ કર્યો હતો. આ ગુનામાં આમિર જેલમાં બંધ કરી દીધો હતો. વકીલ નદીમ ચૌધરીએ કરેલી દલીલો કોર્ટે માન્ય રાખી આરોપીના જામીન મંજુર કર્યા હતા.