સોનાની છેતરપીંડીનાં કેસમાં આરોપી નીશીતભાઈ નરેન્દ્રભાઈ પચ્ચીગર નાઓને જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ

અઠવાલાઈન્સ પો.સ્ટે.માં અઠવાલાઈન્સ પો.સ્ટે. એ–પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૫૨૫૧૨૧૦/૨૦૨૫ થી બી.એન.એસ. ની કલમ-૩૧૮(૪), ૩૧૬(૫) મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો સદરહું ફરીયાદ ફરીયાદી પીનલભાઈ અરવિંદલાલ કાપડીયા નાઓએ તારીખ : ૦૬/૧૦/૨૦૨૫ નાં રોજ અત્રેનાં અઠવાલાઈન્સ પો.સ્ટે.માં આપેલ છે. ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ જેથી તારીખ : ૨૬/૦૪/૨૦૨૫ તથા તારીખ : ૦૨/૦૫/૨૦૨૫ ના રોજ નીશીતભાઈ નરેન્દ્રભાઈ પચ્ચીગર, રહે. ૩૦૨, ગ્રીનવેલી સી/બિલ્ડીંગ ગંગેશ્વર મંદીરની પાછળ, અડાજણ, સુરત જેઓ ૧૦/૯૫૬, આમલીરાન, સંસ્કૃત પાઠશાલા શેરી, અંબાજી રોડ, સુરત ખાતે "આર.એન.જવેલર્સ' ના નામની સોના-ચાંદીના દાગીનાં બીજા કારીગરો પાસે મજુરી/કમીશન થી જુના દાગીનાનાં નવા દાગીનાં બનાવતા હોય તેમને અમોએ ફરીયાદીએ કે તેમની બહેનોનાં જુના સોનાના દાગીના ૨૨ તથા ૧૮ કેરેટ જેનું વજન ૧૦૨.૯૩૦ જેની કિં.રૂા.૮,૯૨,૦૦૦/- તથા બીજા જુના સોનાના દાગીના ૧૬.૫૦ કેરેટ જેમનું વજન ૬૫,૩૦૦ ગ્રામ જેની કિ. રૂા. ૪,૫૭,૦૦૦/- તથા ૨૪ કેરેટની સોનાની બિસ્કીટ જેનું વજન ૭૯.૯૯૦ ગ્રામ જેની કિં.રૂા.૮,૮૦,૦૦૦/- મત્તા દાગીનાં તથા અન્ય સાહેદદોં મળી કુલ્લે કિ.રૂા.૧,૨૯,૦૦,૦૦૦/- મત્તાના નવા દાગીનાં એક ગ્રામ દિઠ કિ.રૂા.૬૫૦/- મજુરી/કમીશનથી બનાવવા માટે આપેલ અને તેઓએ નવા દાગીનાં ઓગષ્ટમાં આપવાનું જણાવેલ તેમ છતાં આજદિન સુધી અમોને નવા દાગીના કે અમારા ઉપરોક્ત આપેલા સોનાના દાગીના બિસ્કીટ પરત નહી આપી અમારી સાથે વેપારી તરીકે છેતરપીડી અને વિશ્વાસઘાત કરી ગુનો આચરેલ હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપવામાં આવેલ છે. સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી નીશીતભાઈ નરેન્દ્રભાઈ પચ્ચીગર નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર સેશન્સ કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુક્ત થવા નામદાર સેશન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપી નીશીતભાઈ નરેન્દ્રભાઈ પચ્ચીગર તર્ફે નામદાર સેશન્સ કોર્ટમાં વકીલશ્રી નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, આ કામના આરોપી નાઓનું પણ સોનું કેટલાક કારીગરો લઈને નાશી ગયેલ છે તેમજ સદરહું પેઢી ૫૦ થી ૬૦ વર્ષ જુની પેઢી છે આજદિન સુધી આરોપી ઉપર એવો કોઈ અરજી કે ગુનો દાખલ થયેલ નથી જે તમામ હકીકત ધ્યાને લઈ નામદાર સેશન્સ કોર્ટ ધ્વારા આરોપી નીશીતભાઈ નરેન્દ્રભાઈ પચ્ચીગર નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે. આરોપી નીશીતભાઈ નરેન્દ્રભાઈ પચ્ચીગર નાઓ તર્ફે વકીલશ્રી નદીમ એચ. ચૌધરી નાઓએ રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.

