ખંડણીના કેસમાં લાલગેટ વિસ્તારના સાદીક અને શકીલ શેખના આગોતરા જામીન મંજુર
Posted On: |1 min read

ખંડણીના ગુનામાં સાદીક યુસુફ શેખ અને શકીલ યુસુફ શેખને કોર્ટે આગોતરા જામીન ઉપર મુકત કર્યા હતા. ૧ ઓગસ્ટના રોજ અરજદાર સાદીક યુસુફ શેખ અને તેમનો ભાઈ શકીલ યુસુફ શેખે ફરીયાદીને ધમકી આપતાં આ મામલે ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં તહોમતદાર તરીકે સાદીક યુસુફ શેખ અને શકીલ યુસુફ શેખએ સિનિયર એડવોકેટ કલ્પેશ એસ. દેસાઈ તથા એડવોકેટ હેમલ લાલગેટ પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં આગોતરા જામીનઅરજી એમ. ભગત મારફતે સેશન્સ દાખલ કરી હતી. અરજદારોના વકીલોએ દલીલ કરી હતી કે ફરીયાદ મોડે દાખલ કરવામાં આવી છે અને તેમાં કોઈ સંતોષકારક કારણ દર્શાવવામાં આવ્યું નથી. કોર્ટે બંનેના આગોરા મંજૂર કર્યા હતાં.

