Voice of Surat

સીઆઈડી કોર્ટમાં નોંધાયેલા ડ્રગ્સનાં કેસમાં આરોપીના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા

Posted On: |1 min read
Voice of Surat News

સુરત શહેરના સલાબતપુરા પોલીસ મથકમાં મોહંમદ રેહાન જમીન એહમદ અનસારી વિરુધ્ધ N.D.P.S. Actની કલમ-૮(સી), ૨૨(સી) અને ૨૯ તેમજ ભારતીય ન્યાય સંહિતાની ૧૧૧(૨)(બી), ૧૧૧(૩)(૪) મુજબ તા. ૨૧/૦૭/૨૦૨૪ ના રોજ એફ.આઈ.આર. રજીસ્ટર્ડ કરવામાં આવેલ અને તેઓની ધરપકડ કરવામાં આવેલ અને તેઓની ઉપર કોમર્સીયલ કોન્ટીટીનુ ડ્રગ્સ રાખવા અને ડ્રગ્સના વેચાણ અંગેના આરોપ મુકવામાં આવેલ. તે કેસમાં આરોપી મોહંમદ રેહાન જમીલ એહમદ અન્સારીને નામદાર કોર્ટે જામીન મુકત કરવાનો હુકમ કર્યો હતો.
આરોપી મોહંમદ રેહાન જમીલ એહમદ અનસારીનાઓએ N.D.P.S. Act, 1988 માંથી directro General Of Police, C.I.D. Crime, Gandhinagar નાઓ તા. 12-9-2025 ના રોજ Prevention of Illicit Traffic In Narcotics and Psycho-tropic Substances Act, 1988 હેઠળનો હુકમ કરી આરોપીને પ્રિવેન્ટીવ ડિટેન્સન હેઠળ પોરબંદર સેન્ટ્રલ જેલ મુકામે મોકલી આપવાનો હુકમ કરવામા આવેલ. તેની સામે આરોપીએ પોતાના એડવોકેટ ઝમીર શેખ મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશીયલ ક્રિમીનલ અપીલ નંબર : 14188/2025 કરી હતી અને Directro General of Police, C.I.D. Crime, Gandhinagar હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ ક્રિમીનલ અપીલની સુનાવણી થયેલ અને એડવોકેટ ઝમીર શેખ ધ્વારા દલીલો કરતા જસ્ટીસ ઈલેશ જે. વહોરા અને જસ્ટીસ પી.એમ. રાવલની ડિવિઝન બેન્ચે આરોપી મોહંમદ રેહાન જમીલ એહમદ અન્સારીને પ્રિવેન્ટીવ ડિટેન્સનમાંથી મુકત કરવાનો તેમજ Directro General of Police, C.I.D. Crime, Gandhinagar ના હુકમને રદ કરતો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.