૧૦૦ કરોડથી વધુના યુએસડીટી કૌભાંડમાં આરોપી ઉહેદ આરીફ ઉર્ફે આરીફ મીંડીના જામીન મંજુર

સુરત શહેરમાં થયેલા સો કરોડથીવધારે યુએસડીટી કૌભાંડમાંધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ કરેલી અરજીને નામદાર ગુજરાત હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો.
કોર્ટ સંકુલ પાસેથી મળતી માહિતી મુજબ મકબુલ અબ્દુલરહેમાન ડોકટર, કાસીફ મકબુલ ડોકટર, માઝ અબ્દુલરહીમ નાડા, વોન્ટેડ આરોપી બસ્સામ મકબુલ ડોકટર તથા મહેશકુમાર મફતલાલ દેસાઈ સહિતના આરોપીઓ પર આરોપ છે કે, તેઓએ ગુનાહિત કાવતરું રચી વોન્ટેડ આરોપી મુર્તુઝા ફારૂક શેખ મારફતે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. તેઓએ બોગસ કંપનીઓ ઊભી કરી બેંકમાં ખોટા દસ્તાવેજો વડે એકાઉન્ટ ખોલાવ્યા અને છેતરપિંડીથી મેળવેલા નાણાં યુએસડીટી કરન્સીમાં ફેરવી વિદેશ મોકલ્યા હતા. આ કેસમાં આરોપી મોહમદ ઉહેદ મીંડી શેખની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડી બાદ આરોપી લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો.આરોપીએ જેલમાંથી મુક્ત થવા માટે વકીલ કલ્પેશ એસ. દેસાઈ અને ઝફર બેલાવાલા દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે, આરોપી સામે ચાર્જશીટ કે કસ્ટમ/ DRI વિભાગની કોઈ તપાસમાં આરોપ સાબિત થયો નથી. માત્ર સહઆરોપીના નિવેદનના આધારે તેમને સંડોવવામાં આવ્યા છે. આરોપીએ વિદેશથી સોનું લાવ્યું હોવાનું કોઈ પુરાવાથી સાબિત થતું ન જણાવ્યું હતું.

